• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

બેન્કિંગ કાનૂન સુધારા વિધેયક લોકસભામાં પસાર

નવી દિલ્હી, તા. 3 : લોકસભામાં આજે બેન્કિંગ કાનૂન સુધારા વિધેયક પસાર થઈ ગયું છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે ખરડા થકી કાયદામાં કરવામાં આવેલા સુધારાઓની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ સુધારાઓથી ભારતનાં બેન્કિંગ ક્ષેત્રનું પ્રશાસન મજબૂત બનશે અને રોકાણકારોની સલામતી, નોમિનીનાં સન્માન સાથે ગ્રાહકોની સુવિધામાં વૃદ્ધિ થશે. લોકસભામાં આ ખરડો પસાર થઈ ગયા બાદ હવે તેને રાજ્યસભામાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ વિધેયકનો ઉદ્દેશ બેન્કિંગ પ્રશાસનનાં માપદંડોને બહેતર કરવાનો છે અને બેન્કો દ્વારા રિઝર્વ બેન્કમાં થતું રિપોર્ટિંગ વધુ સ્થિર બનાવવાનો છે. આ સુધારામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, થાપણદારો અને રોકાણકારોને બહેતર સુરક્ષા મળે. સાથોસાથ ખાનગી ક્ષેત્રની બેન્કોમાં સેવાની ગુણવત્તામાં પણ સુધારો થાય. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, આ બિલ પસાર થયા પછી બાંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ, એક ખાતાધારક તેના ખાતામાં ચાર નોમિનીઝ ઉમેરી શકશે. આ ઉપરાંત સહકારી બેંકોના ચેરમેન અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર્સ સિવાયના ડિરેક્ટર્સનો કાર્યકાળ આઠથી 10 વર્ષનો રહેશે. આ બિલમાં 19 સુધારા કરવામાં આવ્યા છે. બિલ પસાર થયા પછી, બેંકો દર શુક્રવારે બદલે દર પખવાડિયાના છેલ્લા દિવસે આરબીઆઈને તેમના અહેવાલો સુપરત કરશે. આ સાથે અધિસૂચિત બેંકોની બાકીની રોકડ અનામતને વ્યવસ્થિત રાખવી પડશે. આ બિલમાં કેન્દ્રીય સહકારી બેંકના નિયામકને રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં સેવા આપવાની પણ જોગવાઈ છે. નાણાં મંત્રીએ કહ્યું કે બિલમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જો કોઈ ખાતામાં સાત વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોત તો તેને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં મોકલવામાં આવતું હતું. આ સુધારા પછી, ખાતાધારક રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળમાંથી રકમના રિફંડનો દાવો કરી શકે છે. આ બિલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1955, બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટાકિંગ્સ) એક્ટ, 1970 અને બાંકિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટાકિંગ્સ) એક્ટ, 1980માં સુધારો કરવાની દરખાસ્ત છે.    

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd