• સોમવાર, 11 નવેમ્બર, 2024

હવે હેલિકોપ્ટરથી ચારધામ યાત્રા : ભાડું 1.95 લાખ

દેહરાદૂન, તા. 19 : ઉત્તરાખંડમાં 10 મેથી શરૂ થવા જઈ રહેલી ચારધામ યાત્રાનો ઉત્સાહ વખતે ફરી વધશે. છેલ્લાં ચાર દિવસમાં 14 લાખથી વધારે લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ગયા વર્ષે ચાર મહિનામાં 55 લાખ શ્રદ્ધાળુ પહોંચ્યા હતા. વખતે રેકોર્ડ તૂટી શકે છે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ સી. રવિશંકરના જણાવ્યા અનુસાર ચારધામ માટે પ્રથમ વખત ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ચાર લોકો એક ધામની યાત્રા સાડા ત્રણ લાખ રૂપિયામાં કરી શકે છે. જો ચારધામ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર લો છો, તો પ્રતિ વ્યક્તિ 1.95 લાખ આપવા  પડશે. ભાડામાં આવવું-જવું, રોકાવું અને ભોજન સામેલ છે. હેલિકોપ્ટર પણ ત્યાં રહેશે. એક દિવસમાં પાછા ફરવાનું ભાડું 1.05 લાખ રૂપિયા હશે. ગૌરીકુંડથી 18 કિ.મી. પહેલાં ફાટાથી કેદારનાથ જાવ છો તો એક તરફનું પ્રતિ વ્યક્તિ ભાડું 2886 રૂપિયા થશે. ગયા વર્ષે તે 2749 રૂપિયા હતું. ગુપ્તકાશીથી 4063 રૂપિયા રહેશે, જે 3870 રૂપિયા હતું. પહેલાં હેલિકોપ્ટર સર્વિસનું બાકિંગ 15 દિવસના સ્લોટમાં થતું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang