ભુજ, તા. 22 : માંડવી તાલુકાના મોમાયમોરામાં
42 વર્ષીય યુવાન સંજય હીરાલાલ
સેંઘાણીએ એસિડ ગટગટાવીને, જ્યારે મોટી
ભાડઈમાં 28 વર્ષીય યુવાન
વિજય કાનજી દનીચાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવ સામે આવ્યા છે. આ આપઘાતના બનાવો
અંગે ગઢશીશા પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ મોમાયમોરામાં ગઈકાલે તા. 21/11ના રાત્રે સંજય સેંઘાણીએ કોઈ
અગમ્ય કારણે બાવળોની ઝાડીમાં એસિડ પી લેતાં આજે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જ્યારે મોટી ભાડઈમાં વિજય દનીચાએ ગઈકાલે સવારે
ચારથી સાત વાગ્યા દરમ્યાન કોઈ અકળ કારણે પોતાનાં ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવ દીધો
હતો. બન્ને બનાવ અંગે પોલીસે અકસ્માત મોતના ગુના દાખલ કરી તજવીજ હાથ ધરી છે.