• સોમવાર, 23 નવેમ્બર, 2026

કિડાણા નજીક અડધા લાખના દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 22 : અહીંના કિડાણા ચાર રસ્તાથી કાસેઝ બાજુ જતા માર્ગ ઉપર એક બોલેરોમાંથી રૂા. 56,000ના દેશી દારૂ સાથે બે શખ્સને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો દારૂ કોને આપવા જઈ રહ્યા હતા તેની તસ્દી પોલીસે લીધી નહોતી. કિડાણા ચાર રસ્તાથી કાસેઝ બાજુ જતા માર્ગ પરથી પસાર થનાર બોલેરોમાં દેશી દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત રાત્રે વોચ ગોઠવી હતી, તેવામાં બોલેરો નંબર જીજે-12-એફએચ-1513 આવતાં તેને રોકાવી ઠાંઠાંમાં તપાસ કરતાં દેશી દારૂના કોથળા મળી આવ્યા હતા. આ ગાડીમાં સવાર વવાર મુંદરાના દિનેશ ભીમા ગઢવી તથા સુરેશ મોતી કોળીને પકડી લેવાયા હતા. બંને પાસેથી રૂા. 56,000નો 280 લિટર દેશી દારૂ જપ્ત કરાયો હતો. આ દારૂ કોને આપવા જઈ રહ્યા હતા ? ખરેખર દારૂ કોનો છે ? કયાં ગાળવામાં આવ્યો હતો મુખ્ય સંચાલક કોણ છે ? તે સહિતની વિગતો બહાર આવી ન હોતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd