• સોમવાર, 23 નવેમ્બર, 2026

ભુજમાંથી શખ્સ ગુમ થતાં અપહરણની ફરિયાદ

ભુજ, તા. 22 : બે દિવસ પૂર્વે ભુજનો 38 વર્ષીય શખ્સ ગુમ થતાં કોઈ અજાણ્યા ઈસમે અટકાયત કરવાના ઈરાદે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે અમીન હસન બકાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 20/11ના સાંજે તેમના ભાભીનો ફોન આવ્યો હતો કે, જાવેદ બકાલી (ઉં.વ.38)ની તબિયત સારી ન હોવાથી બાઈક લઈ જે મેડિકલ સ્ટોરમાં કામ કરે છે, ત્યાં દવા લેવા ગયા હતા, પરંતુ હજી પરત આવ્યા નથી. આથી ત્યાં તપાસ કરતાં જાવેદ ત્યાં ન ગયાનું સામે આવ્યું હતું. આ બાદ સંબંધી અને મિત્રોને ફોન કરી પૂછતાં ક્યાંય ખબર મળ્યા ન હતા. શોધખોળમાં રેલવે સ્ટેશન બહાર તેનું બાઈક મળી આવ્યું હતું. આથી લાગ્યું કે, એક દિ'માં પરત આવી જશે, પરંતુ હજુ સુધી અત્તોપત્તો ન મળતાં કોઈ અજાણ્યા ઈસમે અટકાયત કરવાના ઈરાદે અપહરણ કર્યાની વિગતો ફરિયાદમાં નોંધાવતાં પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd