• સોમવાર, 23 નવેમ્બર, 2026

ગાંધીધામમાં 5.55 કરોડના ખંડણી પ્રકરણે બેને જામીન

ગાંધીધામ, તા. 22 : શહેરના ચકચારી એવા યુવાનના અપહરણ તથા રૂા. 5,55,27,500ની ખંડણીના પ્રકરણમાં બે આરોપીને અહીંની કોર્ટે જામીન ઉપર મુક્ત કર્યા હતા. અહીંના દિલીપ ગોકળદાસ મજેઠિયા (ઠક્કર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાં હેઠળ તેમને ફોસલાવી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. બાદમાં દુબઈ રહેતા તેમના ભાઈ પાસેથી 5,55,27,500ની ખંડણી માગવામાં આવી હતી. યુ.એસ.ડી.ટી. રકમને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવા સારુ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં અલગ-અલગ વોલેટ મારફતે ઓનલાઈન દુબઈ કિંગ નામના શખ્સને યુ.એસ.ડી.ટી. મોકલી આંગડિયા મારફતે ભારતીય ચલણમાં રૂા. 28,98,000 મેળવ્યાનો આરોપ હતો. બનાવમાં પોલીસે વિશાલ ધનરાજ ગોસ્વામી અને અનમોલ આનંદકુમાર નંદાની અટક કરી ચાર્જશીટ રજૂ કરી હતી. બંનેએ જામીન પર મુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળી તપાસનીશે બંનેને જામીન ઉપર મુક્ત કર્યા હતા. આ આરોપીઓ તરફે ધારાશાત્રી હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, હરપાલસિંહ કે. જાડેજા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, કલ્પેશ એન. વાણિયા, મુકેશ કે. મહેશ્વરી હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd