• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

મુંદરામાં આડા સંબંધની શંકા પર ખૂની ખેલ : બે મોત, એક ગંભીર

ભુજ, તા. 19 : આજે મુંદરામાં આડા સંબંધની શંકામાં ખૂની ખેલ ખેલાતાં પ્રકાશ સુથાર અને જયરાજસિંહ સરવૈયાનું મોત થયું હતું, જ્યારે શંકર ઉર્ફે વિજય ખેરાજ ગઢવી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર તળે છા. પ્રકાશે ચપ્પુથી જયરાજસિંહ પર હુમલો કરતાં વળતામાં જયરાજસિંહે પણ સામેવાળા પાસેના ચપ્પુથી તેના પર હુમલો કરતાં રીતસર ખૂની ખેલ ખેલાયો હતો. આ સમગ્ર ઘટના અંગે આજે રાતે મદદનીશ પોલીસ અધીક્ષક મુંદરા વિભાગના ગૌતમ વિવેકાનંદને પત્રકારોને આ બનાવ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના શંકર ઉર્ફે વિજય ગઢવીને શંકા હતી કે, તેની પત્નીના આડા સંબંધ જયરાજસિંહ સરવૈયા સાથે છે. આથી આ શંકાને લઈ શંકર અને પ્રકાશ મુંદરા આવ્યા હતા, જ્યાં જયરાજસિંહ સાથે આ મુદ્દે ગરમાગરમી થતાં પ્રકાશે જયરાજ ઉપર અને વળતામાં જયરાજે પ્રકાશ ઉપર ઘાતક હુમલો કર્યો હતો. શંકર, પ્રકાશ અને જયરાજસિંહની આ લોહિયાળ અથડામણમાં જયરાજસિંહ અને પ્રકાશ મૃત્યુ પામ્યા છે, જ્યારે શંકર ગંભીર રીતે ઘાયલ હોવાથી સારવાર તળે છે. આ લોહિયાળ ખેલની વિગતો મળતાં મુંદરા પોલીસ તુરંત ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગઈ હતી. દરમ્યાન સંબંધિત સૂત્રો પાસેથી આ અંગે મળેલી વિગતવાર માહિતી મુજબ આજે સાંજે 7 વાગ્યા આસપાસ જયરાજાસિંહ સરવૈયા (રહે. સૂર્યનગર, મુંદરા) જે ઉમિયા નગર-મુંદરામાં આવેલી પોતાની શાકભાજીની દુકાન ઉપરથી એક ટમેટાનું બોક્સ લઈ ટીવીએસ જ્યુપિટર વાહન નંબર જીજે-12-એચજી-4097 ઉપર બેસી દુકાનથી પોતાના ઘરે કલાપૂર્ણ સોસાયટી મુંદરા તરફ જતો હતો તે દરમિયાન મુંદરા-બારોઈ રોડ સૂરજનગર વિસ્તારમાં આવેલી પપ્પુ આર્કેડ નામની સોસાયટીના રસ્તામાં બે ઈસમ વિજય ઉર્ફે શંકર ખેરાજ ગઢવી તેમજ પ્રકાશ સુથાર બંને મોટરસાઈકલ સ્પ્લેન્ડર નં. જીજે-12-ડીક્યુ-6945 ઉપર બેસી ચપ્પુ જેવા હથિયાર સાથે આવ્યા હતા અને જયરાજાસિંહનું જ્યુપિટર વાહન ઊભું રખાવી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો, જેમાં જયરાજાસિંહને ગંભીર ઇજાઓ થઈ અને જયરાજાસિંહે પોતાના સ્વ-બચાવ માટે સામાવાળા બંને પાસેના ચપ્પુ લઈ ચપ્પુ તેમજ પથ્થર વડે હુમલો કરી તેઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મારામારીમાં જયરાજાસિંહ તેમજ પ્રકાશનું મૃત્યુ થયું હતું તથા શંકર ગઢવીને સારવાર માટે હોસ્પિટલમાં છે. શંકર અગાઉ જયરાજાસિંહ પાસે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો, તે દરમિયાન શંકરને શક-વહેમ હતો કે જયદીપાસિંહ (શેઠ)તેની પત્ની સાથે આડા સંબંધ ધરાવે છે, જે વાતનું મનદુ:ખ રાખીને  આ બનાવ બન્યાની વિગતો મળી છે. આ ઘટનાની વાત વાયુવેગે શહેર અને જિલ્લાભરમાં પ્રસરી હતી અને મોટી સંખ્યામાં લોકો મુંદરાની સીએચસી જનરલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. જ્યાં બે મૃતદેહને એમ્બ્યુલન્સમાં લવાયા હતા. જો કે, ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાછળ આવેલા ખેતરપાળ મંદિરની પાછળ આવેલા રહેણાક વિસ્તારની એક ગલીમાં બનેલી આ ઘટના વિશે જાણ થતાં જ મુંદરાના વિવિધ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તપાસ હજુ પ્રાથમિક તબક્કે હોવાથી કાંઈ જાણકારી મળી શકતી નહોતી. જો કે, રાત્રે 8:45 વાગ્યે શહેર પોલીસ સ્ટેશનમાં એએસપીએ સત્તાવાર વિગતો આપી કહ્યું હતું કે, હાલ આટલી જ તપાસ ખૂલી છે અને આગળ સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ તપાસની વિગતો ખૂલશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd