ભુજ, તા. 27 : તાલુકાના રતિયાની સીમમાં ભુજની
ભાગોળે આદિયોગીની પ્રતિમા પાસે આવેલી બુદ્ધવિહાર સોસાયટીના મકાનમાં જુગાર રમતા ખેલીઓને એલસીબીએ
ઝડપી પાડયા હતા. ગંજીપાના વડે જુગાર
રમતા વિજય ઉર્ફે સંજય કિશોરભાઈ ભાનુશાલી, દિલીપ જખુભાઈ ભાનુશાલી (રહે. બંને
ભુજ) પ્રતાપાસિંહ નાનજીભાઈ ખરેટ (મારવાડા) (રહે. ભુજોડી), સાલેમામદ કરીમ મામદ સુમરા,
ઉમર સુલેમાન સુમરા (રહે. બંને નિરોણા) અને પચાણ માયાભાઈ ઓઢાણા (રહે.
ઝુરા)ને રોકડા રૂા. 1,68,900 અને
25 હજારના પાંચ મોબાઈલ સાથે ઝડપી
લીધા હતા. આરોપી વિજય પોતાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઊઘરાવી જુગાર રમાડતો
હોવાનું સામે આવ્યું છે. માનકૂવા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ
હતી. આ કામગીરીમાં એલસીબીના પી.આઈ. એ.એમ. મકવાણા,
પી.એસ.આઈ જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ, એ.એસ.આઈ. સુરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. શક્તિસિંહ ગઢવી,
જીવરાજ ગઢવી, ધર્મેન્દ્ર રાવલ, પરબતભાઈ ચૌધરી જોડાયા હતા.