• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

એસી, ટીવી, ફ્રીઝ ફરી મોંઘાં થશે

નવી દિલ્હી, તા. 27 : મોંઘવારીનો માર ખમવા દેશના સામાન્ય માણસોએ ફરી તૈયાર રહેવું પડશે. પહેલી ઓક્ટોબરથી એસી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન જેવી વસ્તુઓની કિંમતોમાં આઠ ટકા સુધી વધારો લાવવાની તૈયારી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં  તાંબું, સ્ટીલ, એલ્યુમિનિયમ, ક્રૂડતેલ સાથે જોડાયેલા કાચા માલની કિંમતોમાં તેજી અને રૂપિયામાં ચડાવ-ઉતારના કારણે કંપનીઓએ આ ફેંસલો લીધો હોવાનું જાણવા મળે છે. તહેવારી મોસમ વચ્ચે 2026ના વર્ષમાં ઇલેકટ્રોનિક્સ ઉદ્યોગ તરફથી આ કિંમતોમાં ત્રીજો વધારો હશે. એસીની કિંમતોમાં સૌથી વધુ પાંચથી આઠ ટકા ઉછાળો આવશે. વોશિંગ મશીન, ફ્રીઝ અને એલઇડી ટીવીની કિંમતોમાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે. બ્લૂસ્ટાર, ગોદરેજ, હાયર, ડાઇકીન જેવી દિગ્ગજ  કંપનીઓએ ચારથી 10 ટકા ભાવ વધારો કરવાની તૈયારી કરી છે. બીજી તરફ કંપનીઓના મતે તહેવારોમાં વેચાણ પર આ ભાવ વધારાની અસર સીમિત રહેશે. મોટાભાગના ડીલર, ડિસ્ટ્રીબ્યુટરે જૂનો સ્ટોક પહેલાંથી જ ખરીદી લીધો છે. દોઢ મહિનાથી ઉપલબ્ધ સ્ટોકનો લાભ લઇ ગ્રાહકો દિવાળી સુધી જૂની કિંમતે ખરીદી કરી શકશે. નવા ભાવ દિવાળી પછી  પૂરા લાગુ થશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd