• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

કચ્છના સર્વાંગીવિકાસને સ્પર્શતા વિવિધ મુદા ઝડપી ઉકેલાવા માંગ

ગાંધીધામ,તા.27 : તાજેતરમાં ગાંધીધામની મુલાકાતે  કેન્દ્રીય શિપીંગમંત્રી  સર્બાનંદ સોનોવાલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓ આવ્યા હતા. આ વેળાએ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને કંડલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ધ્વારા કચ્છના વિકાસને વેગ આપવા અને અવરોધપ્રશ્ન સત્વરે  ઉકેલવાની માંગ સાથે રજૂઆત કરાઈ હતી. ગાંધીધામ ચેમ્બર ના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને મંત્રી મહેશ તિથાર્ણી એ રજૂઆત કરતા પત્રમાં દિનદયાલ પોર્ટની વધતી કાર્ગો ક્ષમતાને અનુરૂપ નવી ડ્રાય કાર્ગો જેટીઓ બાંધવા, આધુનિક કાર્ગો હેન્ડલીંગ સુવિધાઓ,બાર્જ અને મરીન  ઈન્ફ્રાસ્ટ્રકચરના વિસ્તરણ,સમુદ્રી પર્યટન વિકાસ  કરવા ભાર મુકયો હતો. વધુમાં  ગાંધીધામ-આદિપુર મહાનગર ને બદલતા સમયમાં ઉદ્યોગ,વેપાર,રહેણાંક અને રોકાણને  પ્રોત્સાહન આપવા માટે મહાનગર ગાંધીધામ સંકુલને 100 ટકા ફ્રી-હોલ્ડમાં પરીવર્તીત કરવા માંગ કરાઈ  હતી. કચ્છ આજે બ્લુ ઈકોનોમી,ગ્રીન એનર્જી, લોજીસ્ટીકસ,મેન્યુફેકચરીંગ અને વૈશ્વિક વેપારના કેન્દ્ર તરીકે  ઉભરી રહયુ છે. કંડલા-ગાંધીધામ વિસ્તાર માટેની દરેક વિકાસલક્ષી યોજના માત્ર પ્રાદેશિક હિત સુધી મર્યાદિત નથી.પરંતુ તે સીધા દેશના આર્થિક વિકાસ,રોજગારી સર્જન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત વિઝન 2047 ના સંકલ્પના સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી છે.  આ ઉપરાંત કંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ  ગુપ્તા ધ્વારા ગાંધીધામ -કંડલા ની 99 વર્ષીય લીઝધારકોને ફ્રિ-હોલ્ડ કન્વર્ઝન દરોને મુંબઈ મોડેલના તર્જ ઉપર વ્યાવહારીક અને  સામાન્ય લોકોને પરવળે તે  મુજબ રાખવા જોઈએ. આ માટે સિંગલ વિન્ડો ના માધ્યમ સાથે  કન્વર્ઝનની પ્રક્રિયા શરૂ કરી હજારો પરીવારજનોને માલિક હકક   મેળવવા માટે સહકાર આપવા  અનુરોધ કરાયો હતો. વધુમાં તેમણે રજૂઆત કરતા  ઉમેર્યું હતુ કે  કંડલા,તુણા અને મુન્દ્રા પોર્ટના લઈને  કચ્છનો વિકાસ થયો છે. ભવિષ્યમાં થશે. હાલમાં કંડલા થી સામખિયાળી તેમજ અમદાવાદ અને મોરબી માર્ગ ઉપર મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે.જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ પામે છે. ભવિષ્યના વિકાસ અને લાંબાગાળા આયોજનને કેન્દ્રમાં રાખીને કંડલા સેઝ થી કંડલા પોર્ટને જોડાતો માર્ગ તથા સામખિયાળી-અમદાવાદ કોરીડોર તેમજ સામખીયાળી- મોરબી કોરીડોર માર્ગને આઠ માર્ગીય  બનાવવી વિસ્તરણ કરી  તેમાં સર્વિસ રોડ,ટ્રક પાર્કિંગ સહિતની સવલતો ઉભી કરવા અનુરોધ કરાયો હતો.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd