છગનભાઈ ઠક્કર અને શાંતિલાલ લિંબાણી દ્વારા : નખત્રાણા/વિથોણ, તા. 27 : જિલ્લાના સૌથી મોટા મેળાનો તાલુકાના યક્ષ બૌંતેરા કક્કડમીટ ખાતે
રવિવારે રિબિન કાપીને ઉદ્ઘાટન કરાયું હતું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઇ છાંગાના
હસ્તે મુખ્યમંત્રી દ્વારા સ્થાનક અને મેળાના વિકાસ કામો માટે રૂા. 10 કરોડની ગ્રાંટ મંજૂર થતાં ખાત
મુહૂર્ત કરાયું હતું. ચાર દિવસીય મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય મંત્રી સાથે યક્ષ દેવ
ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિ.પં. પ્રમુખ પ્રભાબેન હુણ સરપંચ અને મેળા સમિતિના અધ્યક્ષ જયંતીભાઇ નાકરાણી,
તા.પં. પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, ના. કલેકટર ઉત્સવ
ઉજ્જવલ, મામલતદાર રાકેશ પટેલ, સ્થાનકના
ભુવા જખરાજજી ભુવા, નવીનભાઇ ભુવા, રતનભાઇ
ભુવા, સામતભાઇ ભુવા જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દારો,
સરપંચો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી
શ્રી છાંગા, ધારાસભ્ય શ્રી જાડેજા, ભુવા
નવીનભાઇના યજમાનપદે ખાત મુહૂર્ત વિધિ શાત્રી હરેશ જોશીએ કરાવી હતી. ઐતિહાસિક ભાતીગળ
મેળાનો આરંભ કરાવતા રાજકરણના શિક્ષણમંત્રી શ્રી છાંગાએ આ સ્થાનક તથા મેળાના વધુ વિકાસ
માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકારની ખાતરી આપી હતી. તેમણે સંસ્કૃતિ અને લોકજીવનના
ધબકાર સાથે લોકમેળાથી અનેક લોકોની રોજીરોટી માટેની વ્યવસ્થાના આયોજનને શ્રેષ્ઠ ગણાવ્યુ
હતું. ધારાસભ્ય શ્રી જાડેજાએ કચ્છને વિશિષ્ટ નમુનેદાર પ્રદેશ બનાવવાની નેમ વ્યક્ત કરી
હતી તો ધારાસભ્ય શ્રી પટેલે સરકારી ગ્રાન્ટો તથા લોકભાગીદારીથી વધુ વિકાસ કરવા અનુરોધ
કર્યો હતો. નખત્રાણા પાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા, કા. ચેરમેન
ચંદનસિંહ રાઠોડ, તા. ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, જિ.ખ.વે. સંઘના પ્રમુખ લાલજીભાઈ રામાણી, ટીડીઓ હાર્દિક
ગઢવી, ચેતનભાઈ ઠક્કર, જાગૃતિબેન પલણ,
સવિતાબેન સોલંકી, જશોદાબેન બળિયા, લાખાભાઈ ભુવા, જયસુખભાઈ પટેલ, ચંદ્રસિંહ
જાડેજા, તલાટી રઘુવીરસિંહ જાડેજા, જિ. શિક્ષણ
સમિતિના ચેરમેન દિનેશભાઈ રૂડાણી, પૂર્વ સરપંચ ધીરજલાલ પટેલ,
મયુર વાઘેલા, મનોજ પિત્રોડા, હાજી મામદ ખત્રી, બેચરભાઈ રૂડાણી, બટુકસિંહ જાડેજા, નયનાબેન પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હરિસિંહ રાઠોડે અને આભારવિધિ
મહિપતસિંહ જાડેજાએ કરી હતી. વોર મેળા સમિતિએ માર્ચ કાઢી હતી. મેળામાં કાયદો વ્યવસ્થા
જાળવવા કડક બંદોબસ્ત ગોઠવાયો હોવાનું નલિયાના ડી.વાય.એસ.પી. મનીષા દેસાઈએ જણાવતા ઉમેર્યું
હતું કે, 7 પીઆઈ, 11 પીએસઆઈ, સહિત 385 પોલીસ જવાનો તૈનાત કરાયા છે.
ટ્રાફિક જાળવવા મુખ્ય માર્ગ પર જાપ્તો રખાયો છે. સફાઈની ખાસ ધ્યાન રખાશે. આરોગ્ય સેવા
માટે વિથોણ-સાંયરા પીએચસી સતર્ક રહેશે તેવી વિગતો અપાઈ હતી.