ગાંધીધામ, તા. 28 : શહેરના નવી સુંદરપુરી ભરવાડ?સમાજવાડી પાસે આવેલી ઓરડીમાંથી પોલીસે રૂા. 1,04,010નો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ બે આરોપી પોલીસના હાથમાં આવ્યા નહોતા. નવી સુંદરપુરી વિસ્તારના ભરવાડવાસમાં રાહુલ અંબાવી સથવારા અને સંદીપ ઉર્ફે ચાંદ નામના શખ્સો પોતાના કબજા -ભોગવટાની ઓરડીમાં દારૂ રાખી તેનું વેચાણ કરતા હોવાની સચોટ?પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી. ત્યાં દોડી ગઇ હતી. આ પતરાંવાળી ઓરડીના દરવાજાની કડી બંધ હતી અને રાહુલ કે સંદીપ નામના શખ્સો હાજર જણાયા નહોતા. પોલીસે કડી ખોલી અંદર તપાસ કરતાં અંદરથી દારૂની પેટીઓ મળી આવી હતી. અહીંથી ઓલ સિઝન 750 એમ.એલ.ની 100, રોયલ ચેલેન્જ 750 મિ.લી.ની 93, ઇમ્પિરિયર બ્લૂ 750 એમ.એલ.ની 23, ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની 12, 8 પી.એમ. સ્પેશિયલ રેર વ્હીસ્કીની 24 એમ કુલ 252 બોટલ કિંમત રૂા. 1,04,010નો શરાબનો જથ્થો હસ્તગત કરાયો હતો. ફોર સેલ ઇન ઓન્લી પંજાબ અને રાજસ્થાન લખેલો આ માલ અહીં કેવી રીતે આવ્યો હતો ? કોણે મોકલાવ્યો હતો તે સહિતની વિગતો માટે હાથમાં ન આવેલા આ બુટલેગરોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.