પલ્લેકલે, તા. 24 : કેપ્ટન હેરી બ્રુકની શાનદાર
સદીની મદદથી પાકિસ્તાન સામે અંતિમ ઓવરમાં 2 વિકેટે વિજય હાંસલ કરીને ઇંગ્લેન્ડે ટી-20 વિશ્વ કપના સેમિ ફાઇનલમાં સ્થાન
નિશ્ચિત બનાવ્યું છે. બીજી તરફ પાકિસ્તાની ટીમ પર ટી-20 વિશ્વ કપની બહાર થવાનો ખતરો
સર્જાયો છે. સુપર-8 રાઉન્ડમાં
સતત બીજી જીતથી ઇંગ્લેન્ડ 4 પોઇન્ટ સાથે
ગ્રુપ-બેમાં ટોચ પર છે. જયારે પાક.ના 2 મેચમાં 1 અંક જ છે
અને હાલ બીજા સ્થાને છે. પાકિસ્તાનના 9 વિકેટે 164 રનના જવાબમાં ઈંગ્લેન્ડે 19.1 ઓવરમાં 8 વિકેટે 166 રન કરી પ દડા બાકી રહેતા 2 વિકેટે જીત મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ
ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પાક. બોલરોનો એકલવીર બની સામનો કર્યો હતો. તે ટી-20ની પહેલી સદી ફટકારીને પ1 દડામાં 10 ચોગ્ગા-4 છગ્ગાથી 100 રન કર્યાં હતા. બ્રુક વિશ્વકપમાં
સદી ફટકારનારો પહેલો કપ્તાન પણ બન્યો છે. આ સિવાય વિલ જેકસે 28 અને સેમ કરને 16 રનનું યોગદાન આપ્યું હતું.
પાક. તરફથી અફ્રિદીને 4 વિકેટ મળી
હતી. નવાઝ અને તારિકને 2-2 વિકેટ મળી
હતી. અગાઉ પાક. કપ્તાન સલમાન આગાએ ટોસ જીતી પલ્લેકલેની ધીમી પિચ પર બેટિંગ પસંદ કરી
હતી. ઓપનર સાહિબઝાદા ફરહાનના આક્રમક 63 રનની મદદથી પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 164 રનનો પડકારરૂપ સ્કોર બનાવવામાં
સફળ રહ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર લિયામ ડોસને 3 વિકેટ લીધી હતી. મીડલ ઓવરમાં ઇંગ્લેન્ડની
વાપસી થઇ હતી. પાકિસ્તાને આ દરમિયાન 42 રનમાં 6 વિકેટ ગુમાવી
હતી. ઇન ફોર્મ પાક. ઓપનર સાહિબઝાદા ફરહાને ઇંગ્લેન્ડના બોલર્સનો મજબૂતથી સામનો કર્યો
હતો અને 4પ દડામાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાથી 63 રનની ઝડપી ઈનિંગ રમી હતી. જયારે
ડેથ ઓવર્સમાં શાદાબ ખાને 11 દડામાં 4 ચોગ્ગાથી 23 રનની કેમિયો ઇનિંગ રમી હતી.
તે ઇનિંગના અંતિમ દડે રનઆઉટ થયો હતો. સઇમ અયૂબ 7, કપ્તાન સલમાન આગા પ, અનુભવી બાબર આઝમ 2પ અને ફખર
ઝમાન 2પ રન કરી આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી
લિયામ ડોસનને 24 રનમાં 3 વિકેટ મળી હતી. જોફ્રા આર્ચર અને જેમિ ઓવરટને
2-2 વિકેટ લીધી હતી.