ગાંધીધામ, તા. 24 : આદિપુરના એક વિસ્તારમાં રહેનાર
માનસિક અસ્વસ્થ યુવતીના ઘરમાં ઘૂસી દુષ્કર્મ ગુજારાતાં શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ
નોંધાઇ હતી. આદિપુરમાં ગત તા. 8/1ના પહેલાં
કોઇપણ સમયે આ ચકચારી અને અન્ય બનાવ તે અંજામ આપવામાં આવ્યો હતો. બાબુ બારોટ (તુરી)
નામનો શખ્સ એક ઘરમાં ઘૂસી ગયો હતો જ્યાં યુવતીની એકલતાનો લાભ લઇ આધેડ વયના આ શખ્સે
દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ચકચારી બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા
આગળની તપાસ હાથ ધરી છે.