• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું વિસ્તરણ

નવી દિલ્હી, તા. 24 : નવા વડાપ્રધાન કાર્યાલય સેવા તીર્થમાં આજે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેમાં અમદાવાદ મેટ્રોનું વિસ્તરણ કરતાં બીજા તબક્કાનાં નેટવર્ક માટે 1067 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે 12,236 કરોડની વિકાસ પરિયોજનાઓને મંજૂરી આપી છે.  જેમાં અમદાવાદ મેટ્રોનો વિસ્તાર કરવાનો પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આ ફેઝ રબી નેટવર્ક હવે ગિફટ સિટીથી શાહપુર સુધીનું હશે. જેના રૂટ અંદાજિત કિલોમીટર 3.3 કિમી છે. જેનાં માટે અંદાજે 1067 કરોડ ખર્ચ થશે, ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ રૂટ પર 3 નવા એલિવેટેડ સ્ટેશનો બનાવવામાં આવશે. આ લાઇન કાર્યરત થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરનું કુલ મેટ્રો નેટવર્ક 71 કિમીથી વધુ લાંબુ થઈ જશે. વર્તમાન સ્થિતિએ ગુજરાત મેટ્રોના 68.28-કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-1 એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર) અને ફેઝ-2(મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર અને જીએનએલયથી ગિફ્ટ સિટી), કુલ 53 સ્ટેશનો સાથે સપ્ટેમ્બર-2022 (ફેઝ-1) અને જાન્યુઆરી-2026 (ફેઝ-2)થી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે તેનો લાભ દરરોજ અંદાજે 1.60 લાખ લોકોને સરળ અવર-જવર માટે મળે છે. હવે, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણને જે મંજૂરી આપી છે તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે અને અંદાજે 1067.35 કરોડનો આ પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ વિસ્તાર થવાથી લાખો મુસાફરોને ફાયદો થશે. 

Panchang

dd