• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામ : ભાગના મકાનમાંથી 7.55 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 24 : શહેરના અપનાનગર વિસ્તારમાં મકાન ભાડે રાખી તેમાં દારૂનો સંગ્રહ કરાતો હતો. આ મકાનમાં પોલીસે છાપો મારી રૂા. 7,55,725નો શરાબ પકડી પાડયો હતો. શહેરના નવી સુંદરપુરી ભરવાડવાસ વિસ્તારમાં રહેનાર બોદુરામ ક્રિષ્નારામ પ્રજાપતિ નામના શખ્સે અપનાનગરમાં મકાન ભાડે રાખી તેમાં દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે અપનાનગર મકાન નંબર 43-બી પાસે પોલીસ પહોંચી હતી અને મકાનના કબજેદાર દિનેશ મનોહર ભાટિયાને ત્યાં બોલાવાયા હતા. આ મકાન બોદુરામને બે મહિના પહેલાં ભાડે આપી તે અંગે ભાડા કરાર કરાયો હોવાની જાણ કરાઇ હતી. મકાનને ખોલી અંદર તપાસ કરાતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. અહીંથી રોયલ ચેલેન્જ 750 એમ.એલ.ની 84 બોટલ, બેગપાઇપર 750 મિ.લી.ની 288 બોટલ, સુપર જ્યુબિલીના 180 એમ.એલ.ના 528 ક્વાર્ટરિયા, સુપર જ્યુબિલી 3 એક્સ 180 એમ.એલ.ના 240 ક્વાર્ટરિયા, બેગપાઇપરના 431 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 7,55,725નો શરાબ આ મકાનમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા બોદુરામને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd