કાઠડા (તા. માંડવી), તા. 24 : નાના લોકો
સાથે જોડાઇ અને સામાજીક, આરોગ્ય અને
રાજકીય સેવા કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર મૂળ કાઠડાના અને ભુજ સ્થાયી થયેલા ડો.
રામભાઇ કરશનભાઇ ગઢવીને શ્રદ્ધાંજલી સભામાં સામાજીક, રાજકીય અને
સંસ્થાકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, ગરીબોનું
બિલી સાથે ઉમદા વ્યક્તિ ધરાવતા સદ્ગત તેમની સેવાથી જીવંત રહેશે. મોરજરના મહંત દિલીપ
રાજા કાપડી, સાંસદ વિનોદભાઇ ચાવડા, શિક્ષણમંત્રી
ત્રિકમભાઇ છાંગા, જિલ્લા ભાજપના દેવજીભાઇ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, માજી સાંસદ પુષ્પદાનભાઇ
ગઢવી, ભુજના ધારાશાત્રી
દેવરાજભાઇ ગઢવી, અગ્રણી મોમાયાભાઇ ગઢવી (આદિપુર), રાજ પરિવારના હનુમંતસિંહ, શિવ શક્તિ કચ્છના હકુમતસિંહ
જાડેજા, જોરાવરસિંહ રાઠોડ, નારાણજીભાઇ રાઠોડ,
ધારાસભ્યો કેશુભાઇ પટેલ, અનિરૂદ્ધભાઇ દવે,
પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા,
માલતીબેન મહેશ્વરી, માજીમંત્રી વાસણભાઇ આહીર,
આમ આદમીના કૈલાશદાનભાઇ ગઢવી, મહેન્દ્રભાઇ ગઢવી
(ભુજપુર), દેવરાજભાઇ ગઢવી (ધારાશાત્રી-ભાડા), સર્વ સેવા સંઘના જીગરભાઇ છેડા, નવલસિંહ જાડેજા,
કિશોરસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન
સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, કા.ચે.
મહિદીપસિંહ જાડેજા, રાજેશભાઇ ગોર તથા નગરસેવકો, સંઘ પરિવારના હિંમતભાઇ વસણ, દિલીપભાઇ દેશમુખ,
નવીનભાઇ વ્યાસ, દિલીપભાઇ ત્રિવેદી, મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઇબ્રાહિમભાઇ હાલેપૌત્રા, અલીમામદ
જત, ભુજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઇ ઠક્કર, ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાનભાઇ ગઢવી, હોમગાર્ડના
મનીષભાઇ બારોટ, ભાજપના મહામંત્રી ધવલભાઇ આચાર્ય, હિતેશ ખંડોલ,
ભીમજીભાઇ જોધાણી તથા તબીબો ડો. નરેન્દ્રભાઇ હિરાણી, ડો. દીપક સુથાર, ડો. નાણાવટી, ડો.
વિકાસ ગઢવી, ડો. વિશાલ દેસાઇ સહિતના તમામ નામાંકીત ડોકટરોએ શ્રદ્ધાંજલિ
આપી હતી. અન્ય સંસ્થાઓ આઇશ્રી દેવલમા જીવદયા સમિતિ, ભગવતીધામ-ભુજ,જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ, શિવ શક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ,
ઇસ્લામ દર્શન કેન્દ્ર ગુજરાત, સેક્રેટરી ઇસ્લામી
જમાત, ભુજ ડોકટર એસોસિયેશન, ભુજ ચેમ્બર્સ
ઓફ કોમર્સ, કવિઓ જૈન મહાજન સેવા સંઘ, નખત્રાણા
ક્રેડિટ કો.ઓ.લિ. માનવ જ્યોત ટ્રસ્ટ ભુજ, શ્રી ભુજ લોહાણા મહાજન
લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ઇસ્ટ કચ્છ આયુર્વેદિક ટ્રસ્ટ એસોસિયેશન,
અખિલ કચ્છ રઘુવંશી સોશ્યિલ ગ્રુપ, કચ્છ જિલ્લા
સહકારી દુધ ઉ.સ. મંડળી સરહદ ડેરી, ડિસ્ટોપ કચ્છ સર્વિસ,
સંસ્કાર સર્કલ, કચ્છ-ભુજ, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, કચ્છ કલ્યાણ સંઘ પરિવાર,
પ્રમુખ સપ્તરંગ, કચ્છ કેલિસ કાઉન્સીલ, શ્રી કચ્છ મુંદરા પાંજરાપોળ-ગૌશાળા, આસ્થા ચે. ટ્રસ્ટ
ભુજ, પ્રદિપ મિતલ મોટેકો સહિતની અનેક સંસ્થાઓ એ શોક સંદેશ મોકલ્યો હતો. સદ્ગતના પરિવારના દેવરાજભાઇ ગઢવી (પ્રમુખ અખિલ કચ્છ
ચા. સભા), પબુભાઇ ગઢવી `કવિ પુષ્પ', ભીમશીભાઇ ગઢવી, રીધમ
ગઢવી, કમલ ગઢવી, ભરત ગઢવી, મિલાપ ગઢવી, માધવ ગઢવી, વૈભવ ગઢવી,
વિનય ગઢવી, વિનય ગઢવીએ આભાર વ્યક્ત કર્યો હતો.