• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

રણજી ફાઇનલ : શુભમની સદીથી કર્ણાટક સામે જમ્મુ - કાશ્મીર મજબૂત

હુબલી, તા. 24 : રણજી ટ્રોફીના પ્રથમ ખિતાબની શોધમાં મેદાનમાં ઉતરેલી લડાયક જમ્મુ-કાશ્મીર ટીમે ફાઇનલમાં મજબૂત કર્ણાટક ટીમ વિરુદ્ધ સંગીન શરૂઆત કરી હતી. પહેલા દિવસની રમતના અંતે જમ્મુ - કાશ્મીર ટીમના 87 ઓવરમાં 2 વિકેટે 284 રન થયા હતા. શુભમ સિંહ પુંડિર સદી કરી નોટઆઉટ રહ્યો હતો. રણજી ટ્રોફી ફાઇનલના પહેલા દિવસે જે એન્ડ કે ટીમના બેટર શુભમ સિંહે કર્ણાટકના બોલર્સને હંફાવીને 221 દડામાં 12 ચોગ્ગા-2 છગ્ગાથી અણનમ 117 રન કર્યા હતા. અબ્દુલ સમદ પણ બાવન રને નોટઆઉટ રહ્યો હતો જ્યારે કપ્તાન પારસ ડોગરા 9 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. ઓપનર યાવર હસને 88 રન કર્યા હતા. કર્ણાટક તરફથી બન્ને વિકેટ ટેસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને મળી હતી.  

Panchang

dd