ભુજ, તા. 5 : શહેરની સંજયનગરીમાં અને માધાપરના
કોટકનગરમાં ગંજીપાના વડે જુગારના બે દરોડામાં છ મહિલા સહિત 10 ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા.
આજે બપોરે ભુજની સંજયનગરીમાં મસ્જિદની બાજુમાં પુજાબેન ચીનુભાઈ પટ્ટણીના મકાનના આંગણામાં
ગંજીપાના વડે જુગાર રમતા પૂજાબેન ઉપરાંત મીનાબેન બુધિયા મરાઠા અને મમતાબેન બુધિયા મરાઠા
(રહે. ત્રણે ભુજ), ગૌરીબેન રાજુભાઈ
દેવીપૂજક, દીપક વાલજીભાઈ આહીર તથા કરણ ચીનુભાઈ પટ્ટણી (રહે. ત્રણે
માધાપર)ને રોકડા રૂા. 10,130ના મુદ્દામાલ
સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે માધાપરના કોટકનગરમાં
મીનાબેન ભૂપેન્દ્રભાઈ પટેલના મકાનનાં આગણામાં આજે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા મીનાબેન
ઉપરાંત ટીનાબેન હસમુખલાલ ઠક્કર, હસમુખલાલ
મોહનલાલ ઠક્કર, રવીન્દ્રકુમાર હસમુખલાલ ઠક્કર (રહે. તમામ માધાપર)ને
રોકડા રૂા. 10,600ના મુદ્દામાલ
સાથે માધાપર પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.