• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

મુંદરામાં વીજ કર્મચારીને માર મારી ફરજમાં રુકાવટ

ભુજ, તા. 5 : મુંદરામાં આજે વીજ ચેકિંગ દરમ્યાન વીજ કર્મચારીને આરોપીએ ગાળો આપી માર મારી ફરજમાં રુકાવટ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે, પી.જી.વી.સી.એલ.ના જુનિયર ઈજનેર સંજયભાઈ હરિલાલ સેંઘાણી (પટેલ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, આજે તેઓ તેમની ટીમ સાથે મુંદરાના કાંઠાવાળા નાકા તથા ખારવા ચોક વિસ્તારમાં વીજ ચેકિંગમાં હતા ત્યારે વીજ ગ્રાહક-આરોપી એવા કાસમભાઈ હુસેનભાઈ કકલ (રહે. કાઠાવાળા નાકા)ના ઘરે વીજ ચેકિંગ કરવા જતાં ગાળાગાળી સાથે ઝઘડો કરી ફરિયાદીને હાથોથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.

Panchang

dd