• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ભોઆ પાસેથી વાયર ચોરનાર શખ્સને મુદ્દામાલ સાથે પોલીસે પકડયો : ફરિયાદ દાખલ

ભુજ, તા. 5 : ગઈકાલે એલસીબીએ શંકાસ્પદ વાયર ભરેલા છોટા હાથી સાથે બુટ્ટાના કાનજી ડોસલ કોળીને ઝડપી પૂછતાછ  કરતાં ભોઆ તથા વિવિધ વીજપોલ પરથી વાયર ચોર્યાની કેફિયત આપતાં ચોરીનો ગુનો દાખલ થયો છે. ભોઆ ગામમાં આવેલા કે. પી. એનર્જી કંપનીના ફિડર નં.-6માંથી નીકળતી 33 કે.વી. વીજલાઈનમાંથી સધીરાવાંઢ જંગડિયા સીમમાંથી 33 કે.વી. વીજલાઈનના કુલ 14 થાંભલા ઉપર લગાવવામાં આવેલા 250 કિ.ગ્રા. એલ્યુમિનિયમના વાયર કિં. રૂા. 37500ની ચોરી તથા ઐડામાંથી પસાર થતી વીજલાઈનના 12 થાંભલાના વાયર કાપી લટકતાં રાખી કિં.રૂા. 30,000નું નુકસાન પહોંચાડવા અંગે વાયોર પોલીસ મથકે આરોપી કાનજી ડોસલ કોળી (રહે. બુટ્ટા, તા. અબડાસા) વિરુદ્ધ કંપનીના સિક્યુરિટી સર્વિસના સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવી છે.

Panchang

dd