ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાનાં વાંઢિયા ગામની
સીમમાં આવેલાં ખેતરમાંથી રૂા. 27,000ના વાયરની
તસ્કરોએ તફડંચી કરી હતી. વાંઢિયા ગામમાં રહેતા ફરિયાદી શિવલાલ ખીમા દેવડા (પટેલ)નું
ખેતર ગામની સીમમાં આવેલું છે, જ્યાં
તા. 8/7 સુધી ફેન્સિંગનું કામ ચાલુ
હતું, જે પૂર્ણ થયું હતું. તા. 9/7ના ફરિયાદીના પિતા પોતાનાં
ખેતરે આંટો મારવા જતાં કૂવા, બોરથી
મોટર સુધીનો 40 મીટર વાયર
ગાયબ જણાયો હતો. તસ્કરોએ રૂા. 27,000ના 25 એમ.એમ.ના વાયરની તસ્કરી કરી
હતી. 26 દિવસ અગાઉ બનેલા ચોરીના આ બનાવ
અંગે સામખિયાળી પોલીસે છેક ગઇકાલે ફરિયાદ નોંધી,
હવે આગળની તપાસ હાથ ધરી છે.