ભુજ, તા. 4 : તાલુકાના રતિયામાં 13 વર્ષીય સગીરા ચાંદનીકુમારી
સરવન ઉરાઉએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી હતી. માનકૂવા પોલીસ મથકે સરવન
શ્યામસુંદર ઉરાઉએ જાહેર કરેલી વિગતો મુજબ તા. 3/8ના સાંજે તેમની દીકરી ચાંદનીકુમારીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના
ઘરે ગળેફાંસો ખાઈ લેતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવતાં ફરજ
પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી
છે.