• શનિવાર, 20 જૂન, 2026

ગાંધીધામમાં પત્તા વડે નસીબ અજમાવતા ત્રણ ઝડપાયા

ગાંધીધામ, તા. 19 : શહેરના વોર્ડ-12માં જાહેરમાં પત્તા ટીંચતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 15,100 જપ્ત કર્યા હતા. શહેરના વોર્ડ-12 હાજીપીર હોટલની પાછળ પ્લોટ નંબર-3 પાછળ ખુલ્લી જગ્યામાં ખેલીઓ પત્તા વડે નસીબ અજમાવી રહ્યા હતા. તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી ભાવેશ મફા પરમાર, જેસંગ ભેમા પરમાર તથા માઈકલ વિલ્સન એન. નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 15,100 હસ્તગત કરવામાં આવ્યા હતા.  

Panchang

dd