• મંગળવાર, 16 જૂન, 2026

કુકમા ફાટક પાસે બાઈકસવાર આદિપુરના દંપતીને ટ્રકે ટક્કર મારતાં પત્નીનું મોત

ભુજ, તા. 15 : આજે સાંજે કુકમા પાસે બાઈકને ટ્રકે ટક્કર મારતાં આદિપુરની 25 વર્ષીય પરિણીતા ભાવનાબેન રોહિતભાઈ યાદવનું ગંભીર ઈજાનાં પગલે કરુણ મોત નીપજ્યુ હતું. હાલમાં થોડા દિવસોથી માર્ગ અકસ્માતના બનાવોમાં અનેક કિંમતી જિંદગી મોતના મુખમાં ધકેલાઈ છે, ત્યારે આજે વધુ એક આવો જ કરુણ બનાવ સામે આવ્યો છે. આદિપુરના રોહિતભાઈ યાદવ અને તેમના પત્ની ભાવનાબેન આજે બાઈકથી કાનપરથી આદિપુર જતા હતા અને સાંજે સાતેક વાગ્યાના અરસામાં કુકમા ફાટક પાસે પહોંચતાં સામેથી આવતી ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાનાં પગલે ભાવનાબેનને 108 મારફત ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવાઈ હતી. રોહિતભાઈને કેટલી ઈજાઓ પહોંચી છે તેની વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.

Panchang

dd