ગાંધીધામ,
તા. 11 : પૂર્વ કચ્છ પોલીસે
સી.સી.ટી.વી. કેમેરા તથા મજૂરો અંગે નોંધણી ન કરાવનારાઓ વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી 56 કેસ કર્યા હતા. જિલ્લા સમાહર્તા સી.સી.ટી.વી. કેમેરા
તથા મજૂરો અંગે નોંધણી ન કરાવનારા લેબર કોન્ટ્રાક્ટરો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
હતું, જે લાંબા સમયથી લાગુમાં છે. દરમ્યાન
ગઇકાલે પૂર્વ કચ્છ પોલીસે આ અંગે ઝુંબેશ હાથ ધરી હતી અને સી.સી.ટી.વી. કેમેરા ન લગાવનારાઓ
વિરુદ્ધ 22 તથા મજૂર નોંધણી
જાહેરનામા ભંગના 34 એમ કુલ 56 કેસ નોંધવામાં આવ્યા હતા.