• રવિવાર, 26 એપ્રિલ, 2026

કિડાણાના ચાર માથાભારે શખ્સને તડીપાર કરાયા

ગાંધીધામ, તા. 21 : અહીંના કિડાણાના ચાર માથાભારે શખ્સોને કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. કિડાણામાં રહેનાર દાઉદ ઉર્ફે દાવલો ઈબ્રાહીમ કટિયા સામે અગાઉ ચાર, ફિરોઝ ઉર્ફે ફિરિયો ઈબ્રાહીમ કટિયા સામે ચાર, સાહિલ ઉર્ફે પી.એ. ફરિદ શેખ વિરુદ્ધ ચાર તથા ઈબ્રાહીમ ઉર્ફે અભરામ ઉર્ફે સેવરો હાજી ચાવડા સામે જુદી-જુદી કલમો તળે છ ગુના નોંધાયેલા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ ચારેની તડીપારની દરખાસ્ત તૈયાર કરી અંજાર પ્રાંત કચેરીમાં મોકલવામાં આવી હતી. જેને મંજૂર રાખવામાં આવી હતી અને આ ચારેયને બે મહિના માટે કચ્છ તથા તેને અડીને આવેલા મોરબી, સુરેન્દ્રનગર, પાટણમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.  

Panchang

dd