• મંગળવાર, 14 એપ્રિલ, 2026

પાકિસ્તાની ઘૂસણખોરનું લાંબી બીમારી બાદ મૃત્યુ

ભુજ, તા. 13 : છેલ્લાં બે વર્ષથી ભુજની જે.આઇ.સી. જેલમાં કેદ એવા અજાણ્યા પાકિસ્તાની ઘૂસણખોરનું લાંબી બીમારીમાં સારવાર દરમ્યાન ગઇકાલે મૃત્યુ થયું હતું. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ 31 વર્ષીય અજાણ્યા મૂળ પાકિસ્તાની ઇસમને તા. 25/6/24થી જે.આઇ.સી. ભુજ ખાતે રિસ્ટ્રીક્શનમાં રાખવામાં આવ્યો હતો, જેની તબિયત બરોબર રહેતી ન હતી અને માનસિક રીતે અસ્વસ્થ હતો. ગત તા. 6/2ના ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. સારવાર બાદ પરત તા. 7/3ના જે.આઇ.સી.-ભુજ લવાયો હતો. માનસિક અસ્વસ્થતા તથા ટી.બી.ની બીમારીના લીધે ફરી તેની તબિયત લથડતાં તા. 9/3ના ભુજની જી.કે. જનરલમાં દાખલ કરાયો હતો. ગઇકાલે સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

Panchang

dd