ભુજ, તા. 8 : શહેરના સરપટનાકા બહાર આજે સાંજે
સાઇકલ પર સવાર 48 વર્ષીય મેમણ રઉફભાઇ અબ્દુલકાદીર
બેકરીવાલાને રિવર્સમાં આવતાં ટ્રેક્ટરે હડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું
મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવ
અંગે સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ મારુતિ કુરિયર સર્વિસમાં કામ કરતા રઉફભાઇ આજે
સાંજે છ વાગ્યાના અરસામાં કુરિયરનાં પાર્સલ સાઇકલ પર લઇને જઇ રહ્યા હતા ત્યારે સરપટ
નાકા બહાર નાગનાથ મંદિરની સામેના માર્ગે પૂરથી ભરેલું ટ્રેક્ટર નં. જીજે-12-એફડી-8724 રિવર્સમાં આવતાં તેની હડફેટે
સાઇકલસવાર રઉફભાઇ આવી જતાં કચડાઇને ઘટનાસ્થળે જ ગંભીર ઇજાના પગલે તેમનું કમકમાટીભર્યું
મોત નીપજ્યું હતું. આ કરુણ અકસ્માતના બનાવના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને બી-ડિવિઝન
પોલીસે ઘટનાસ્થળે ધસી જઇ મૃતકને જી.કે. જનરલ
હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. પરિજનોને બનાવની જાણ થતાં હોસ્પિટલ ધસી ગયા
હતા, જ્યાં રૂદનનાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.