• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

ગાંધીધામમાં છ મકાનોમાં ચોરી કરનારો ઝડપાયો

ગાંધીધામ, તા. 8 : શહેરના કાર્ગો વિસ્તારમાં છ એક મકાનોમાંથી ચોરી કરનારા શખ્સને પોલીસે પકડી પાડયો હતો તેમજ એ.ટી.એમ. તોડવાની કોશિષના આરોપીને પણ ઝડપી લેવાયો હતો. શહેરના કાર્ગો વિસ્તારમાં ગઈ કાલે ધોળા દિવસે છ મકાનોમાંથી 83,000ની મતાની ચોર થઈ હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરી લખાગઢના અરજણ દેવા ભરવાડને પકડી પાડયો હતો. તેની પાસેથી સોનાનું લોકેટ, કાનની બુટ્ટી, વિંટી, શેર, રોકડ રૂા. 23,950, મોબાઈલ વગેરે જપ્ત કરાયું હતું. તેની સામે ગાંધીધામ બી-ડિવિઝનમાં બે, આડેસર-સામખિયાળીમાં એક-એક ગુના નોંધાયેલા છે તેમજ થોડા દિવસ અગાઉ ગાંધીધામ - ભચાઉ ધોરીમાર્ગ રાધે કોમ્પલેક્ષમાં એ.ટી.એમ. ચોરીની કોશિષ થઈ હતી. આ પ્રકરણમાં પોલીસે પદમસિંહ સુખસિંહ સોઢા (રહે. બાડમેર-રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો હતો. 

Panchang

dd