ભુજ, તા,
8 : કચ્છમિત્ર દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય
દિવસ નિમિત્તે શરૂ કરાયેલ `િડજિટલ સૂર્યાસ્ત' અભિયાને કચ્છભરમાં અનોખી જાગૃતિ અને જોડાણનો
માહોલ ઊભો કર્યો હતો. સહભાગી સંસ્થાઓએ એકસૂરે કહ્યું કે, માત્ર
મોબાઈલ અને ડિજિટલ ઉપકરણોથી દૂર રહી `સ્વાસ્થ્યપ્રદ બ્રેક' લેવાનો આ પ્રયાસ સમાજમાં હકારાત્મક પ્રેરણા
લઇને આવ્યો જે રાજિંદાં જીવનમાં વધતી ડિજિટલ નિર્ભરતા વચ્ચે થોડો સમય પોતાને,
પરિવારને અને સમાજને આપી શકાય એ હેતુથી વોરા ઈન્સ્યોરન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના
સહયોગથી આયોજિત કચ્છમિત્રની આ પહેલમાં સમગ્ર જિલ્લામાંથી વિવિધ 15 જેટલી સંસ્થાઓ કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ-ભુજ, એકોર્ડ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ-ભુજ,
સંઘવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ-ભુજ, બિદડા
સર્વોદય ટ્રસ્ટ બિદડા, જીવદયા સર્વોપરી કચ્છ ઈમરજન્સી ફાઉન્ડેશન
ટ્રસ્ટ, રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા, બાપા સીતારામ
ટ્રસ્ટ - કોટડા (જ.), તુર્ક મેડિકલ ટ્રસ્ટ - ધ્રબ (મુંદરા),
હરિઓમ ટ્રસ્ટ-ભચાઉ, લાયન્સ હોસ્પિટલ-ભુજ,
અણુવ્રત સમિતિ-ભુજ, શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન-કચ્છ,
અજરામર ટ્રસ્ટ - ભુજ, વાગડ વિકાસ સંઘ-ભચાઉ,
ભુજની બી.કે.પી. પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટીએ
સક્રિય બની સહયોગ આપ્યો. 700થી વધુ લોકોની
ભાગીદારી પ્રત્યક્ષરૂપે નોંધાઈ હતી. એક કલાકના સ્વાસ્થ્યપ્રદ બ્રેકે સંદેશ આપ્યો કે, માત્ર શારીરિક નહીં, માનસિક
અને સામાજિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્ત્વનું છે.- ડિજિટલ બ્રેકને
કાયમ જળવી રાખવાનો સંકલ્પ : સંઘવી હોસ્પિટલના
ડો. ઉમંગ સંઘવીએ કહ્યું, આ એક કલાકે
દર્દી-ડોકટર વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવ્યો છે, જેમાં દર્દીઓ
પોતાની પીડા થોડીવાર માટે ભૂલી શકયા. કચ્છમિત્રની દરેક સરાહનીય પહેલ માટે અમારી હોસ્પિટલ સાથે રહેશે. બાપા
સીતારામ ટ્રસ્ટના યોગેશ યાદવે કહ્યું, અમે વડલાના ઝાડ નીચે સૂર્યાસ્તની
પળોને માણતા વડીલો સાથે ગોષ્ઠિ કરી આનંદ મેળવ્યો, જે શાંત જીવનશૈલી
તરફ સંકેત રજૂ કરતી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ કહ્યું,
એક કલાકની ડિજિટલ બ્રેક પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આ પહેલને
તેમણે ઐતિહાસિક ગણાવી હતી. લાયન્સના અભય શાહે કહ્યું કે, અમે
એક દિવસ પૂરતું નહીં હવેથી દર મહિને આ પ્રકારે ડિજિટલ બ્રેક લેશું. અજરામર ટ્રસ્ટના
મયૂર બોરિયાએ આ પહેલને સ્વાસ્થ્યપ્રદ ગણાવી હતી. આજના યુગમાં અનિવાર્ય સાધન બની ગયેલું
એવું સાધન મોબાઈલ (સોશિયલ મીડિયા) ખરા અર્થમાં ઝડપી માહિતી અને સંબંધો ટકાવી રાખવાના
એક માધ્યમ તરીકે અનિવાર્ય છે. પહેલના સંદર્ભે આજે મેં સાંજે એક કલાક અગાસીમાં વોક કરીને
કુદરત સાથે સમય ગાળ્યો. -જાગૃતિ વકીલ (શિક્ષિકા, માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ) આ દરમિયાન મેં મારા પુત્ર સાથે વિવિધ રમતો રમી અને
તે ક્ષણોમાં જે આનંદ, હાસ્ય અને લાગણીનો અનુભવ થયો તે શબ્દોમાં
વર્ણવી શકાતો નથી. - મહેશ મહેતા
(અધ્યક્ષ, અણુવ્રત સમિતિ, ભુજ)