નવી દિલ્હી, તા. 8 : અમેરિકા અને
ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ તહેરાનમાં ભારતીય દૂતાવાસે એક નવી માર્ગદર્શિકા જારી કરીને
ઈરાનમાં વસતા ભારતીયોને વહેલામાં વહેલીતકે ઈરાન છોડવાની સલાહ આપી હતી. આ સૂચનામાં કહેવામાં
આવ્યું છે કે, વર્તમાન ઘટનાક્રમોને ધ્યાને
લેતા ઈરાનમાં મોજૂદ ભારતીય નાગરિકોને સખત સલાહ આપવામાં આવે છે કે, દૂતાવાસ તરફથી સૂચવવામાં આવતાં નિર્ધારિત માર્ગેથી જલ્દી ઈરાનની બહાર નીકળી
જાય.ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને તેની સલાહ અને સંકલનમાં જ કોઈપણ આંતરરાષ્ટ્રીય
જમીની સીમા તરફ જવાનું રહેશે.