ગાંધીધામ, તા. 8 : આદિપુરમાં રાજવી ફાટક નજીક
રેતીનાં ઢગલાં પાસેથી સીરી જન્મ દમય (નેપાળી) (ઉ.વ. 20) નામના યુવાનની લાશ મળી આવી
હતી. આદિપુરના સંત કંવરનગરમાં રહેનાર જન્મ (નેપાળી) નામનો યુવાન ગત તા. 1/4ના ઘરેથી ગુમ થયો હતો. આ યુવાન મુંબઇ અથવા નેપાળ ગયો હોવાનું
પરિવારજનોએ માની લીધું હતું. બાદમાં નેપાળ
તપાસ કરતાં તે ત્યાં પહોંચ્યો ન હતો. દરમ્યાન તેની ગુમનોંધ કરાવાઇ હતી. ગઇકાલે તેના
પિતા રાજવી ફાટક બાજુ ઓવરબ્રિજ પાસે રેતીનાં ઢગલાં બાજુ જતાં લાશ પડી હોવાનું બહાર
આવ્યું હતું. તેના પિતા ત્યાં જતાં પોતાના દીકરાની લાશ હોવાનું બહાર આવ્યું હતું. કોહવાઇ
ગયેલી લાશનું ફોરેન્સિક પી.એમ. કરાવવા રાજકોટ મોકલાવી છે, ત્યાંથી અભિપ્રાય બાદ મોતનું કારણ બહાર આવે
તેમ હોવાનું પીએસઆઇ આર.એમ. ડુવાએ જણાવ્યું હતું.