ગાંધીધામ, તા. 8 : ઈરાન અને યુએસ વચ્ચે ચાલતાં
ઘર્ષણ વચ્ચે વૈશ્વિક પેટ્રોલિયમ સંકટને ધ્યાનમાં રાખીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ
દ્વારા એમએસએમઈએસ, પરિવહન અને
શિપિંગ ઉદ્યોગક્ષેત્ર માટે તાત્કાલિક રાહત
પેકેજ અને છ મહિના માટે દેવા મોકૂફીની માંગ કરી હતી. ચેમ્બર દ્વારા આ મુદ્દે કેન્દ્રીય
નાણામંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના સમક્ષ
રજૂઆત કરી હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં અચાનક ભાવ વધારાથી ભારત જેવા આયાત પર આધારિત દેશ ઉપર ગંભીર આર્થિક
અસરો ઊભી કરી છે. કચ્છમાં એક્સિમ વેપાર,
લોજિસ્ટિક્સ, મીઠું, સ્ટીલ,
સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ઉદ્યોગો ધમધમી
રહ્યા હતા. વધતા ઈંધણ ખર્ચને કારણે પરિવહન
અને ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રકારની તમામ બાબતો રોજગારી અને સરકારી
આવક અસર કરશે. ચેમ્બર મંત્રી મહેશ તીથાર્ણીએ કહ્યંy હતું કે,
કચ્છના શિપિંગ, ટ્રાન્સપોર્ટ, એમએસએમઈ અને મેન્યુફેકચરિંગ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પ્રભાવિત બન્યાં છે. તાત્કાલિક
સહાય વિના ઘણા એકમો માટે કામગીરી જાળવવી મુશ્કેલ બનશે. નબળા અને ઓછી આવક ધરાવતા વર્ગેને
સીધી નાણાકીય સહાય, વ્યાજમાં રાહત, લોન
ઉપર મોરેટોરીલયમ સહિતની રાહત યોજનાથી બજારમાં વિશ્વાસ પુન:સ્થાપિત થશે અને અર્થતંત્રને
સ્થિરતા મળશે. સંભવિત મંદીમાંથી બહાર કાઢવવા માટે સરકાર દ્વારા લેવાયેલાં આ પ્રકારનાં
પગલાં ઉપયોગી સાબિત થશે તેવુ ચેમ્બરના ખજાનચી કૈલાસ ગોરે જણાવ્યું હતું. આ મુદ્દે યોગ્ય
કરવા ચેમ્બરે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. - ટિમ્બર ઉપર
લાગુ કરમાં છ મહિના માટે રાહત આપો : કચ્છના ટિમ્બર ઉદ્યોગ પણ વૈશ્વિક સંકટની
છાયામાં આવ્યો છે. ખાડી દેશોમાં અસ્થિતરતાભરી સ્થિતિના કારણે ફ્રેઈટ, વીમો અને ઈંધણ ખર્ચ વિગેરનો ભાવ વધારો નોંધાયો
છે, જેના કારણે ટિમ્બર સાથે જોડાયેલા અનેક ઉદ્યોગકારોને વિવિધ
પ્રકારની હાલાકી વેઠવી પડી રહી છે. ચેમ્બર દ્વારા ટિમ્બર ઉદ્યોગની હાલાકી મુદ્દે કેન્દ્રીય
નાણામંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.ચેમ્બર ઉપપ્રમુખ દીપકભાઈ પારેખ અને ટિમ્બરના પ્રમુખ
નવનીતભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે, કચ્છમાં એશિયાનો સૌથી મોટો
ટિમ્બર ઝોન છે. અહીં હજારો પરિવાર આ ઉદ્યોગ સાથે સીધા અને અપરોક્ષ રીતે જોડાયેલા છે.
વર્તમાન સમયમાં ખર્ચમાં વધારો અને માંગમાં ઘટાડો બંને એક સાથે આવી રહ્યા છે. સરકાર
તરફથી મળનારી રાહત સમગ્ર ઉદ્યોગ માટે જીવનદાયી
સાબિત થશે. ટિમ્બર ઉપર લાગુ કર વસૂલાતને છ મહિનાના ગાળામાં તાત્કાલિક શૂન્ય કરવા સહિતના
મુદ્દે રાહત આપવા માગણી કરાઈ હતી.