ગાંધીધામ, તા. 8 : રાપરના ત્રંબૌ નજીકથી એક શખ્સને
પોલીસે પકડી પાડી તેની પાસેથી દેશી તમંચો જપ્ત કરવામાં આવ્યો હતો. રાપરની સ્થાનિક પોલીસ
ત્રંબૌ રોડથી ભુવારાવાડી વિસ્તારથી મેલડી માતાના મંદિર તરફ પહોંચી હતી. તેવામાં સામેથી
સફેદ થેલી લઈને આવતો શખ્સ પોલીસને જોઈને નાસવા લાગ્યો હતો. આ શખ્સને પોલીસે પકડી પાડી
થેલીની તપાસ કરતાં તેમાંથી દેશી તમંચો મળી આવ્યો હતો. રાપરના દૂધ ડેરી વિસ્તારમાં રહેનાર લખમણ પાંચા કોળીની ધરપકડ
કરી તેની પાસેથી રૂા. 3000નો દેશી તમંચો
જપ્ત કરવામાં આવ્યો હતો. તેણે ક્યાંથી ખરીદ્યો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ
ધરી છે.