• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

પત્તા ટીંચતા વજેપરમાંથી આઠ અને નાડાપામાંથી ત્રણ ખેલીની અટક

ગાંધીધામ / ભુજ, તા. 8 : રાપરના વજેપરમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 23,250 જપ્ત કર્યા હતા, જ્યારે ભુજ તાલુકાના નાડાપામાંથી ત્રણ ખેલીને પોલીસે પકડયા હતા. વજેપર ગામના પાટિયા સામે આવેલ દુકાન આગળ ખુલ્લામાં દીવાબત્તીના અજવાળે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા. દરમ્યાન ગત મોડી રાત્રે પોલીસ ત્રાટકી હતી અને અહીંથી દિનેશ પુના કોળી, મનસુખ પાંચા વડેચા, હમીર કાયા રાઠોડ, નિલેશ રાઘુ કોળી, અજિત ઉમર સોઢા, વલીમામદ સિધિક વાંઢા, વાલા માદેવા કોળી તથા રમેશ મોતી કોળી નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 23,250 તથા સાત મોબાઈલ એમ કુલ રૂા. 54,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ  ભુજ તાલુકાના નાડાપાના બસ સ્ટેશન પાસે લીમડાના ઝાડ નીચે આજે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા ખોડાભાઈ જીવાભાઈ ગાગલ, ભરત વાલાભાઈ ચાડ અને રણછોડભાઈ ગોપાલભાઈ ચાડ (રહે. તમામ નાડાપા)ને રોકડા રૂા. 18,460ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.  

Panchang

dd