મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 16 : નખત્રાણાના મણીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી
એક કુતરા દ્વારા ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. શેરી કુતરો હડકાયો નથી પરંતુ કોઈ પણ માનવીને
જોઈને રોષે ભરાઈ કરડવાના હાલ સુધીમાં 100 થી
વધુ બનાવો બન્યા હોવાનું મણીનગરના રહેવાસી મુકેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું. શેરીના
લોકો સતત કુતરાના ભયમાં જીવી રહ્યા હોવાનું જણાવતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા કુતરાને
પકડવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી હતી.