• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પ્રાગપર પોલીસે છ ગુના લેબર કોન્ટ્રાક્ટર સામે નોંધ્યા

ભુજ, તા. 16: હાલમાં જ મુંદરામાં થયેલા ચકચારી લૂંટના પ્રયાસ તથા વિવિધ ચોરીઓના બનાવોના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાનાં પગલે પ્રાગપર પોલીસે છાનબીન આદરી છ લેબર કોન્ટ્રાક્ટર સામે ગુના નોંધ્યા છે. પશ્ચિમ કચ્છમાં ઔદ્યોગિકીકરણનાં પગલે મોટા ભાગે રાજ્ય-જિલ્લા બહારથી મંજૂરો પૂરા પાડવામાં આવે છે. આથી તેઓની અવરજવર વધતા લેબર કોટ્રાક્ટરોએ ફોટા સાથે રજિસ્ટર્ડ નિભાવી તેની વિગતો દર માસે પોલીસ મથકે પૂરી પાડવાની હોય છે, પરંતુ તેવું ન થતું હોવાથી પ્રાગપર પોલીસના પીઆઈ એસ.એન. ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસે છ લેબર કોન્ટ્રાક્ટરો સામે આજે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd