• સોમવાર, 22 જુલાઈ, 2024

દહીંસરા હનીટ્રેપનો નાસતો માધાપરનો આરોપી જબ્બે

ભુજ, તા. 31 : દહીંસરાના એક ઘરમાં ઘૂસી હનીટ્રેપમાં વૃદ્ધને ફસાવી 48 હજાર પડાવી લીધા બાદ ગણતરીના કલાકોમાં જ એક કિશોર, ભુજની યુવતી અને દહીંસરા તથા ભારાપરના શખ્સને માનકૂવા પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે આ કામમાં સંડોવાયેલ માધાપરનો શખ્સ નાસતો ફરતો હતો જેને માનકૂવા પોલીસે દબોચી લીધો છે. માનકૂવા પી.આઇ. ડી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કામના આરોપીને ઝડપવા તપાસ ચાલુ હતી. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, આ કામનો નાસતો આપી સુલેમાન ઉર્ફે સલીમ ઉર્ફે લક્કી સમા (રહે. માધાપર) હાલે ભુજ કોર્ટ પાસે હાજર છે. આથી બાતમીના આધારે સુલેમાનને રાઉન્ડઅપ કરી લેવાયો હોવાનું માનકૂવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

સામખિયાળીમાં અંગ્રેજી દારૂ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 31 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં નવા બસ સ્ટેન્ડ પાસેઊભેલા એક શખ્સ પાસેથી પોલીસે રૂા. 10,200નો અંગ્રેજી શરાબ જપ્ત કર્યો હતો. સામખિયાળીના નવા બસ સ્ટેન્ડ પાસે બે થેલા લઇને ઊભેલા શખ્સ પાસે દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી ગઇ હતી અને બે થેલા લઇને ઊભેલા સેક્ટર-4, શાહુનગર આધોઇના મનસુખ તરશી ભીલને પકડી પાડયો હતો. આ શખ્સ પાસે રહેલા થેલાની તલાશી લેવાતાં તેમાંથી શરાબની બોટલો નીકળી પડી હતી. પોલીસે આ શખ્સ પાસેથી બ્લેક પેન્થર થ્રી એક્સ ડાર્ક રમ, ગ્લોબસ સ્પીરીટસ ડી.આર.એમ. જીન એમ 34 બોટલ કિં. રૂા. 10,200નો દારૂ?જપ્ત કર્યો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલી આ બોટલો આરોપી ક્યાંથી લાવ્યો હતો અને અહીં કોને આપવાનો હતો તે હજુ બહાર આવ્યું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang