ભુજ, તા. 29 : ભીરંડિયારા પાસે અકસ્માત બચાવવા
જતાં ટ્રેઇલર રોડથી નીચે ઊતરી જતાં ફસાઇ ગયું હતું અને રાત વચ્ચે ફસાયેલાં આ ટ્રેઇલરમાંથી
300 લિટર ડીઝલ કિં.રૂા. 27,300ની ચોરી થઇ હતી. આ અંગે ખાવડા
પોલીસ મથકે શ્રી ચામુંડા રોડવેઝ-અંજારનાં ટ્રેઇલર નં. જીજે-12-બીઝેડ-3940ના ચાલક શ્યામચરન રમેશચંદ્ર વર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ
તે આ ટ્રેઇલરમાં મીઠું ભરીને લઇ જતો હતો, ત્યારે લુડિયા આગળ તેની ગાડી પાસે એક ગાડી આવી જતાં તેને બચાવામાં તેની ગાડી
રોડની સાઇડમાં ઊતરી ગઇ હતી અને ફસાઇ ગઇ હતી અને રાતનો સમય હોઇ તે ગાડીમાં સૂઇ ગયા બાદ
સવારે ઊઠતાં ડીઝલની ટાંકીનું ઢાકણું તૂટેલું હતું અને તેમાંથી 300 લિટર ડીઝલ કિં.રૂા. 27,300ની કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરી
લઇ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.