• મંગળવાર, 23 જુલાઈ, 2024

હપ્તામાં પ્લોટવાળી સ્કીમમાં ભાગીદાર સાથે ઠગાઇ : જાણીતા બિલ્ડર સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ

ભુજ, તા. 30 : 2002માં ભાગીદારીમાં ડેવલોપર્સની કંપની બનાવી જમીન ખરીદીને હપ્તાથી પ્લોટ વેચવાની સ્કીમમાં ભાગીદાર સાથે ઠગાઇ થતાં જાણીતા બિલ્ડર્સ સહિત ચાર ભાગીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે ગાંધીધામના મેહુલભાઇ રામચંદ્ર નાકરે જાણીતા ડેવલોપર્સ લીલાધર હીરજી દામા, રાજેન્દ્ર ત્રિકમ ટાંક અને જમીન માલિક એવા દંપતી મહેશભાઇ રતિલાલ મરોળિયા અને તેના પત્ની હીનાબેન (રહે. મુંબઇ) વિરુદ્ધ એ-ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 2002માં ઓધવલક્ષ્મી બિલ્ડકોન પ્રા. લિ. નામની કંપની બનાવી હપ્તામાં પ્લોટવાળી સ્કીમ ચાલુ કરી હતી. ત્યારબાદ ચારે આરોપીએ મિલીભગતથી જમીનના કેટલાક ટુકડા ફરિયાદીની જાણ બહાર પરિજનોના નામે કરાવી ફરિયાદી સાથે ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પૂર્વ કચ્છમાં જાહેરમાં જુગાર ખેલતા સાત ખેલીની અટક

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર અંગેના બે દરોડા પાડી રૂા. 14,400 સાથે સાત શખ્સને પકડી પાડયા હતા. શહેરના ભારતનગર પછવાડે રેલવે પાટા પાસે ખુલ્લી જગ્યામાં આજે સાંજે જુગાર રમાઇ રહ્યો હતો ત્યારે પોલીસે છાપો મારી રમેશ?દામજી સથવારા, શામજી બિજલ સથવારા અને મહેન્દ્રકુમાર સોમચંદ સોલંકીને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,300 હસ્તગત કરાયા હતા. બીજીબાજુ રાપરના નંદાસરની સીમમાં કાર્યવાહી કરવામાં આવી હતી. રાપરથી રવેચી જતા રોડ પર નંદાસર કેનાલની આગળ રવેચી પરબની પાછળ બાવળની ઝાડીમાં પોલીસે છાપો મારી ધાણીપાસા વડે જુગાર રમતા દેસરજી મુરવાજી સમા, અદામ વિસાજી સના, સાબીર કાસમ શેખ તથા ચીના ભલા પરમારને પકડી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 4100, બે મોબાઇલ તથા એક બાઇક એમ કુલ રૂા. 44,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang