ગાંધીધામ, તા. 7 : રાપર તાલુકાનાં ઘાણીથર ગામની
સીમ વિસ્તારમાં કારમાંથી અંગ્રેજી પ્રકારનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના સત્તાવાર
સાધાનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના
આધારે પોલીસે ગત મોડી રાત્રિના અરસામાં કાર્યવાહી કરી હતી. સિંઘાબાપાનાં
મંદિરની પાછળ જીજે-12-એફડી-2969 નંબરની સ્વિફ્ટ કારમાંથી 179 નંગ ક્વાટરિયા પોલીસે કબજે કર્યા હતા, જેની કિંમત રૂ. 53,700 આંકવામાં આવી છે. આરોપીઓ
વિશાલ ઉર્ફે વિહો શકતાભાઈ ભરવાડ અને નવઘણ ઉર્ફે રોકી દેવજીભાઈ ભરવાડ ગાડી મૂકી અંધારામાં
ઓઝલ થઈ ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.