• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

વાયોરમાં 13 હજારના કેબલ-ઓઈલની ચોરી

ભુજ, તા. 27 : અબડાસા તાલુકાના વાયોરમાં બે પવનચક્કીમાંથી રૂા. 3175ના કેબલ તથા રૂા. 10,000ના 200 લિટર ઓઈલની મજીદ મામદરહીમ જત તથા તેની સાથે રહેલા અજાણ્યા ઈસમે ચોરી કરી હોવાની ફરિયાદ વાયોર પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, મહેન્દ્ર પ્રતાપસિંહ ઉદયરાજસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓ મજીદે અજાણ્યા ઈસમે એનટીપીસી (આઈનોક્સ) કંપનીના પવનચક્કી ટાવર નં. જીએમપી-206માંથી રૂા. 3175ના કેબલ તેમજ જીએમપી-286માંથી આશરે 200 લિટર આઈલ કિ. રૂા. 10,000ની ચોરી કરી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd