• શનિવાર, 28 ડિસેમ્બર, 2024

ગાંધીધામમાં ચેક પરત ફરવાના કેસમાં બે શખ્સને સજા

ગાંધીધામ, તા. 26 : આ શહેરમાં ચેક પરત ફરવાના જુદાજુદા બે બનાવોમાં બે શખ્સોને કેદનો હુકમ કરાયો હતો. આ કેસની વિગત એવી છે કે, આરોપી 2બીસચન્દૂ શ્યામનંદન ઉપાધ્યાય રહે, ગાંધીધામે ફરીયાદી ભરત છોટાલાલ કંકોડીયા પાસેથી મૈત્રીપુર્ણ લોન રૂપિયા 6,00,000 લીધા હતા અને ચેક આપ્યો હતો. આ ચેક પરત કરતા કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. ગાંધીધામના પ્રિન્સીપલ ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ મહેન્દ્રકુમાર બી. પરમાર દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવીને 18 માસની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમ વળતર તરીકે બે માસમા ચુકવી દેવા હુકમ કર્યો હતો. આ રકમ ન ચુકવે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારાઈ હતી. આ હુકમ વેળાએ આરોપી હાજર ન હોઈ તેમના ઉપર સજા વોરન્ટ ઈસ્યુ કરવાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ કુન્દન ડી. પ્રસાદ અને ડી. ઓ. ગીરી હાજર રહી દલીલો કરી હતી. અન્ય કેસની ટૂંકી વિગત એ છે કે, ફરીયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિ. પાસેથી આરોપી રઘુભા ભીખુભા જાડેજા એ લોન લીધી હતી. જેના બદલામાં આપેલા ચેક બેંકમાંથી પરત ફર્યા હતા. જેથી ગાંધીધામ કોર્ટમાં કેસ કર્યો હતો. ફરીયાદીના વકીલ દીપક પી. ભાનુશાલીની દલીલોને ઘ્યાને લઇ ન્યાયાધીશ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને 1 વર્ષની સાદી કેદની સજા તથા વળતર પેટે ચેકની રકમ રૂા. 1,75,357 ચૂકવવાનો હુકમ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd