• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ચુડવાના વર્કશોપમાં ટ્રકનું પૈડું ફાટતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 21 : ગાંધીધામ તાલુકાના ચુડવામાં વર્કશોપમાં ટ્રકનું પૈડું ફાટતાં ઘવાયેલા રાહુલ દુર્ગા રાય (ઉ.વ. 24) નામના યુવાનનું મોત થયું હતું. મુંદરામાં રહેનાર રાહુલ રાય નામનો યુવાન ચુડવાના ભાર્ગવ વર્કશોપમાં આવ્યો હતો જ્યાં તે ગઇકાલે બપોરે કામ કરી રહ્યો હતો દરમ્યાન, વાહનનું પૈડું અચાનક ફાટતાં પૈડાંની ડીશ ઊડીને આ યુવાનની છાતીમાં તથા ડાબા હાથમાં લાગી હતી જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો. આ યુવાનને રામબાગ હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang