ભુજ, તા. 16
: મુંદરાના મોટા કપાયાના બનાવ અંગે બે પરિણીતાએ બદનામ કરવા, બિભત્સ માગણી અને ધાકધમકી
કર્યાની બે-બે આરોપી સામે એક દિવસે જુદી-જુદી ફરિયાદ નોંધાવી છે, જેમાં એક આરોપીની
બેય ગુનામાં સંડોવણી ખૂલી છે. મુંદરા પોલીસ મથકે ગઈકાલે એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ
મુજબ ત્રણેક માસ પહેલાં આરોપી ભરત રામજી ડોરુ (રહે. નાના કપાયા) સાથે ઓળખાણ થયા બાદ
મરજીથી શરીર સંબંધ રખાયા બાદ જે બાદમાં ફરિયાદીને રાખવો ન હોઈ તેથી ફરિયાદીને આરોપી
ભરત અવાર-નવાર ફોન અને રૂબરૂ ફરિયાદી સાથે સંબંધ રાખવા માગણી કરી અને ન રાખે તો ફોટા
વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીનો નંબર અન્ય આરોપી વાલજી કાનજી કોચરા
(રહે. મોટા કપાયા)ને આપતાં વાલજીએ પણ ફરિયાદી પાસે બિભત્સ માગણી કરી હતી અને જો તેમ
ન કરે તો બદનામ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અન્ય એક પરિણીતાએ પણ મુંદરા પોલીસ મથકમાં
આવી જ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદી પરિણીતાને આરોપી હિતેશ પ્રહલાદ દરજી (રહે.
મોટા કપાયા) સાથે અગાઉ પ્રેમસંબંધ હોઈ તે સંબંધ રાખવા માગતી ન હોઈ આરોપી ફરિયાદી અને
તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અને આરોપી
ભરત રામજી ડોરુ (રહે. મોટા કપાયા)એ સંબંધ રાખવાનું કહી બિભત્સ માગણી કર્યાની ફરિયાદ
નોંધાવી છે. મુંદરા પોલીસે બન્ને ફરિયાદ નોંધી તપાસ-તજવીજ આદરી છે. આ બન્ને ફરિયાદમાં
ભરત ડોરુની સંડોવણી સામે આવી છે.