• મંગળવાર, 01 જુલાઈ, 2025

કેશવ મહારાજે 200 વિકેટ લઈને દ. આફ્રિકા માટે ઈતિહાસ રચ્યો

બુલાવાયો, તા. 30 : ઝિમ્બાબ્વે સામેની પહેલી ટેસ્ટ દરમિયાન દ. આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજે ઇતિહાસ રચ્યો છે. તે 200 વિકેટ લેનારો દક્ષિણ આફ્રિકાનો પહેલો સ્પિનર બન્યો છે. કેશવ મહારાજે ઝિમ્બાબ્વેના ક્રેગ ઇર્વિંગની વિકેટ ઝડપીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે આ રેકોર્ડ પ9મા ટેસ્ટમાં બનાવ્યો છે. તેણે ઝિમ્બાબ્વે સામે પહેલા દાવમાં 3 વિકેટ લીધી હતી. આથી કેશવ મહારાજની હવે 202 વિકેટ થઇ છે. એક ઈનિંગમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 129 રનમાં 9 વિકેટ છે. તે આફ્રિકા તરફથી 200 વિકેટ લેનારો નવમો બોલર બન્યો છે. આ સૂચિમાં પહેલા સ્થાને ડેલ સ્ટેન છે. તેણે 93 ટેસ્ટ મેચમાં કુલ 439 વિકેટ લીધી હતી. શોન પોલોક 108 મેચમાં 421 વિકેટ સાથે બીજા નંબર પર છે. મખાયા એન્ટિનીએ 101 ટેસ્ટમાં 390 વિકેટ લીધી હતી.

Panchang

dd