બર્મિંગહામ, તા. 30 : પાંચ-પાંચ સદી છતાં પ્રથમ ટેસ્ટમાં
ઇંગ્લેન્ડના હાથે મળેલી આંચકારૂપ હાર પછીથી ભારતીય ટીમ બીજી ટેસ્ટની તેની રણનીતિ
માટે વિશેષ તૈયારી કરી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં પંજાબનો
ડાબોડી સ્પિનર હરપ્રીત બ્રાર બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આથી સહુ કોઇ હેરાન હતા.
સવાલ એ હતો કે, શું હરપ્રીત ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. જો કે, આ
પછી ટીમ મેનજમેન્ટે તુરત ખુલાસો કર્યો હતો કે, હરપ્રીત બ્રાર
ભારતીય ટીમમાં સામેલ થયો નથી. તેને ફકત પ્રેક્ટિસ માટે બોલાવાયો છે. કપ્તાન શુભમન
ગિલે હરપ્રીતની માંગ કરી હતી. જે બીસીસીઆઇએ માન્ય રાખી હતી અને ભારતીય ટીમના
અભ્યાસ સત્રમાં જોડાયો હતો. આ દરમિયાન તેણે ભારતીય ટીમની સત્તાવાર જર્સી પહેરી ન
હતી. બીસીસીઆઇએ જણાવ્યું કે, હરપ્રીત બર્મિંગહામથી નજીકના
ગામ સ્વિડનમાં હતો. આથી તે દોઢ કલાકની મુસાફરી કરીને બર્મિંગહામ પહોંચ્યો હતો.
હરપ્રીત બ્રાર ઉપરાંત પંજાબનો એક ઝડપી બોલર જગજીતસિંઘ પણ ભારતીય અભ્યાસ સત્રમાં
સામેલ થયો હતો. હરપ્રીતના પત્ની સ્વિડનમાં વસવાટ કરે છે.