• મંગળવાર, 23 જુલાઈ, 2024

શિરાચામાં વીજળી પડતાં યુવાને જીવ ગુમાવ્યો

ભુજ, તા. 10 : મુંદરા તાલુકાના શિરાચા ગામમાં વીજળી પડતાં મૂળ છોટા ઉદેપુરના ધર્મેશ ઉર્ફે દશરથ શાંતિલાલ નાયકા (ઉ.વ. 22)નું મોત થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ, હતભાગી યુવક વાડીમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન વીજળી પડતાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો, જેના પગલે તેનું મોત થયું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang