• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ભુજ સુધરાઇની દુકાનોના ભાડુઆતો દ્વારા કરાયેલાં દબાણ અંગે ફરિયાદ

ભુજ, તા. 10 : સરપટ નાકા બહાર મોલુવાળી મસ્જિદ પાછળ ભુજ નગરપાલિકા દ્વારા બનાવાયેલ દુકાનના ભાડૂતો દ્વારા દુકાનના પાછળના ભાગે ત્રણગણું દબાણ કર્યું હોવાની કલેકટરને લેખિત ફરિયાદ કરાઇ હતી. છડીદાર પંચભાઇ કબ્રસ્તાન હિફાઝત કમિટી દ્વારા કરાયેલ રજૂઆત મુજબ ભુજ ખાતે સર્વે નં. 782માં સીટી સર્વે નં. ચારના વોર્ડમાં મહેસુલ વિભાગની જમીન ઉપર નગરપાલિકા દ્વારા દુકાન બનાવી અપાઇ છે. તેના ભાડુઆતો  દ્વારા દુકાનના એરિયાથી ત્રણગણું વધારે દબાણ કરીને બાંધકામ કરાયું છે. મોલુવાળી મસ્જિદ પાછળના ભાગે પંચભાઇ  કબ્રસ્તાનની જમીન આવેલી છે. કબ્રસ્તાનમાં આવવા જવાનો રસ્તો બંધ થવા જેવું છે. દિવસો દિવસ ભૂમાફિયા દ્વારા મહેસુલ વિભાગની જમીન પર દબાણ વધે છે. આ બાબતે અગાઉ પણ રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી. જેથી આ  અંગે સત્વરે પગલાં ભરવા માંગ કરાઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang